મોરબી : મોરબી હેડ ક્વાર્ટરમા ફરજ બજાવતા 7 પોલીસ કર્મીઓની એલસીબીમા બદલીના જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા હુકમ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ડીજી દ્વારા 7 વર્ષથી ઓછી સર્વિસવાળા પોલીસ કર્મીઓને એલસીબીમા ફરજ ન સોંપવાના હુકમને પગલે મોરબી એલસીબીમાંથી 10 પોલીસ કર્મીઓની એસપી ડો. કરનરાજ વાઘેલા દ્વારા હેડ ક્વાર્ટરમા બદલીઓ કરવામાં આવી હતી. આજરોજ તેઓની ખાલી જગ્યા ભરવા માટે એસપી દ્વારા હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ ભીખુભા ચુડાસમા, ઈશ્વરભાઈ મેલાભાઈ ક્લોતરા, ચંદુભાઈ કાળુંભાઈ કણોતરા, ભરતભાઇ ઘેલાભાઈ જિલરીયા, પૃથ્વીરાજ ભાવુભા જાડેજા, ભગીરથસિંહ સુખદેવસિંહ ઝાલા અને યોગેશદાન કિશોરદાન ગઢવીની એલસીબીમા બદલી કરવામાં આવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne