મોરબી : જૈન તપગચ્છ સંઘ, દરબારગઢ મોરબી દ્વારા મહારાજ સાહેબની નિશ્રામાં એક શિબિરનું આયોજન થયું હતું. જેમાં મૃત્યુ વિશે સકારાત્મક ભાવ કેળવવા પ્રવચન અપાયું હતું. ભાવિક શ્રોતાજનો આ પ્રવચન સાંભળી ભાવવાહી બન્યા હતા. સકલ જૈન સમાજ માટે જૈન તપગચ્છ સંઘ- દરબારગઢ, મોરબી દ્વારા પ.પૂ.આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રદીપચંદ્ર સુરીશ્વરજી મહારાજ તથા પૂ.મુનિ શ્રી મહા હંસ વિજયજી મ.સા.ની નિશ્રામાં એક શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. 'મૃત્યુની ભવ યાત્રા' વિષય અંતર્ગત પૂ.મુનિ ભગવંતે સતત ત્રણ કલાક સુધી પોતાનું જ મૃત્યુ થાય છે અને ત્યાર બાદની વિધિ થાય તે બાબતે તલસ્પર્શી વર્ણન સમજાવતા ઉપસ્થિત તમામની આંખો ભીની થઇ ગઇ હતી. મૃત્યુને નજર સમક્ષ રાખીને જો તમામ સાંસારિક ક્રિયાઓ કરીયે તો કદી પણ દુઃખ આવવાની સંભાવના રહેતી નથી તેવું પૂ.મ.સા.એ જણાવ્યું હતું. આ પ્રવચનથી સર્વેને પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. આ દરમ્યાન ભાવેશભાઈ દોશીએ વિષયને અનુરૂપ સંગીત પીરસ્યું હતું. મહેતા મૃદુલાબેન અનિલભાઈ (પોટરી વાળા) આ ભક્તિ શિબિરના લાભાર્થી રહ્યા હતા જે દલીચંદ વનેચંદ મહેતાના મોટા પુત્ર થકી આ આયોજન કરાયું હતું. તારીખ 11 ઓગસ્ટને રવિવારના દિવસે પુર હોનારતની પુણ્યતિથિના દિવસે 'યુવા જાગૃતિ શિબિર'નું આયોજન આ. પ્રદીપચંદ્ર સૂરિશ્ર્વરજી મહારાજની નિશ્રામાં 13 વર્ષથી 30 વર્ષના યુવાનો માટે કરવામાં આવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne