માનસિક બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભરી લીધાનું પોલીસનું તારણ મોરબી : મોરબીના લૂંટાવદર ગામે રહેતા આધેડે આજે ઝેરી દવા પીને જીવનનો અંત આણી લીધો હતો. તાલુકા પોલીસે માનસિક બીમારીથી કંટાળીને આધેડે આ અંતિમ પગલું ભરી લીધાનું તારણ દર્શાવીને આગળની તપાસ હાથ ધરી હતી. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના લૂંટાવદર ગામે રહેતા ગોપાલભાઈ અમરશીભાઈ ઝાલરીયા ઉ.વ.58 નામના આધેડે આજે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમનું મોત નીપજ્યું હતું બાદમાં તેમની ડેડબોડીને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસે જણાવ્યું હતું કે મૃતક આધેડ નિવૃત જીવન ગળતા હતા. પરંતુ તેઓ માનસિક બીમારીથી પીડાતા હોવાથી આ બીમારીથી કંટાળીને આજે આપઘાત કરી લીધાનું પ્રાથમિક અનુમાન દર્શાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne