વાંકાનેર : આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના બીજી ટર્મના પ્રમુખની ચૂંટણી બપોરે ૧૨ વાગ્યે યોજાઈ હતી જેમાં સર્વાનુમતે શકીલ પીરજાદાની પસંદગી કરવામાં આવી છે. વાંકાનેર એપીએમસીના પ્રથમ ટર્મમાં રસુલભાઇ કડીવાર પ્રમુખ અને હરદેવસિંહ જાડેજા ઉપપ્રમુખ તરીકે પસંદ થયા હતા જેમની તાજેતરમાં જ ટર્મ પૂરી થતાં આજે બીજી ટર્મ માટેના પ્રમુખની પસંદગી માટે એપીએમસીના સભ્યોની મીટીંગ બપોરે ૧૨ વાગ્યે મળી હતી. યાર્ડના બીજી ટર્મના પ્રમુખની પસંદગી સર્વાનુમતે કરવામાં આવી હતી કેમકે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં લગભગ વિરોધ પક્ષ છે જ નહીં. વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ પદે ધારાસભ્ય પીરજાદાએ વર્તમાન પ્રમુખને રીપીટ કરવાને બદલે તેમના ભત્રીજા શકીલ પિરઝાદાને આ જવાબદારી સોંપી યુવાનોને નેતૃત્વની તક આપી છે. જ્યારે ઉપ પ્રમખની પસંદગી હવે પછી પ્રમુખ પોતે એજન્ડા કાઢી અને મીટીંગ બોલાવશે અને તેમાં ઉપપ્રમુખની પસંદગી કરવામાં આવશે.