મોરબી : વાંકાનેરની સરકારી હોસ્પિટલના તબીબને છેલ્લા થોડા દિવસો પહેલા ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણીએ ફડાકા મારી દીધો હોવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી.ત્યારે આ ઘટનાના આરોપી જીતુ સોમાણીએ મોરબીની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી અને કોર્ટે તેમના આગોતરા જામીન નામંજૂર કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરની સરકારી હોસ્પિટલમાંથી વૃદ્ધોને પેન્શન માટે ઉંમરનું પ્રમાણપત્ર કઢાવવામાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ સાથે સ્થાનિક ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણીએ આ હોસ્પિટલમાં ધસી આવીને હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રીટેનડેન્ટ ડો.જયદીપભાઈ ગોસાઈને ફડાકા ઝીકીને હુમલો કર્યો હતો.ત્યાર બાદ આ બનાવ અંગે તબીબે ભાજપ અગ્રણી સામે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલ જીતુભાઇ સોમાણી હજુ પોલીસની પકડથી દૂર છે. ત્યારે તેને આ ઘટના મામલે આગોતરા જામીન માટે મોરબી કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને સેકન્ડ એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સી.જી.મહેતા દ્વારા નામંજૂર કરવામા આવી છે. આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ સંજય દવે અને ફેનિલ ઓઝા રોકાયા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne