શ્રાવણીયા જુગારની બદી પૂરબહારમાં ખીલી ઉઠતા પોલીસે ધોસ બોલાવી મોરબી : શ્રાવણીયા જુગારની બદી પૂરબહારમાં ખીલી ઉઠી છે તેથી પોલીસે આ શ્રાવણીયા જુગારની બદીને કડક હાથે ડામી દેવા અવિરતપણે જુગાર રેડની કાર્યવાહી ચાલુ રાખી છે.મોરબી અને હળવદમાં પોલીસે ગઈકાલે શ્રાવણીયો જુગાર રમતા 12 શખ્સોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ જુગારની રેડની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસની ટીમે ગઈકાલે લીલાપર ગામની સીમમાં મચ્છુ ડેમ પાસે જુગાર રમતા રામબાબુ મુન્શીભાઈ રેકવા, રાકેશભાઈ રામબલકસિંગ નુકુમ, પ્રદીપભાઈ રામશંકર રાજપૂત, નથુવા બારાતીલાલ રેકવાર, રણજિતસિંગ અરવિંદસિંગ લકુંમને રોકડા રૂ.2560 સાથે ઝડપી લીધા હતા.જ્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમે વાવડી રોડ પર વાવડી ગામ નજીક આવેલ ન્યુ ઓમ શાંતિ પાર્ક પાસે જુગાર રમતા ભરતભાઇ હમીરભાઈ ગરચર, મનસુખભાઇ મોમૈયાભાઈ સોઢિયા, રતિલાલ ઉર્ફે રતાભાઈ બીજલભાઈ કુંભારવડીયા, બાબુભાઇ ભીખાભાઈ નાટડા, હમીરભાઈ સુખાભાઈ ગરચરને રૂ.14220 સાથે ઝડપી લીધા હતા. આ ઉપરાંત હળવદ પોલીસની ટીમે નવા ઢવાણા ગામે જુગાર રમતા મહેશભાઈ ભીખાભાઈ જાદવ, રણછોડભાઈ રામજીભાઈ વાણીયાને રૂ.16400 સાથે ઝડપી લીધા હતા.જ્યારે મુન્નાભાઈ સવસીભાઈ કોળી,ચંદુભાઈ ઉગરાભાઈ કોળી,સુરેશભાઈ ગોરધનભાઇ કોળી,જગદીશભાઈ લાભુભાઈ કોળી, પ્રવિણભાઈ જેઠાભાઇ કોળી નાસી છૂટ્તા પોલીસે તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne