ટંકારા, સાવડી, પ્રભુનગર (મીતાણા) અને લજાઈ ખાતે સહકારી પરિવાર, પંચાયત પરિવાર, સર્વ પક્ષીય અને સર્વ જ્ઞાતિય આયોજિત સામુહિક કેમ્પનું આયોજન ટંકારા : સૌરાષ્ટ્રના લડાયક ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપવા ટંકારા સહિત ચાર ગામોમાં રવિવારે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ટંકારા, સાવડી, પ્રભુનગર (મીતાણા) અને લજાઈ ગામ ખાતે મોટી સંખ્યામાં રક્તદાતાઓને સોરઠના સાવજને શ્રદ્ધાંજલિ રૂપે રક્તદાન માટે ઉમટી પડવા આહવાન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 11 ઓગસ્ટને રવિવારે સવારે 7 થી બપોરે 12 કલાક સુધી વિઠ્ઠલભાઇ રાદડિયાને શ્રદ્ધાંજલિ અર્પવા ચાર ગામોમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં ટંકારા સ્થિત મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક (આર્ય સમાજ) ખાતે તેમજ સાવડી ગામમાં પટેલ સમાજની વાડી, પ્રભુનગર (મીતાણા)માં બહુચર વિદ્યાલય અને લજાઈમાં કુમાર પ્રાથમિક શાળામાં આ આયોજન કરાયું છે. આ કેમ્પમાં રક્તદાતાઓને આયોજકો તરફથી યાદગીરી રૂપ ભેટ આપવામાં આવનાર છે. આ મહા રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં ઉમટી પડવા આયોજકોએ ઉપરોક્ત ગામની આસપાસના ગ્રામજનોને આહવાન કર્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne