વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયત કચેરીમાં કચેરીના પ્રમુખની અધ્યક્ષતા હેઠળ મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી અને વૃક્ષારોપણ કરાયું હતું. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ ફાતુબેન યુનુસભાઈ શેરસીયાના અધ્યક્ષ સ્થાને મહિલા નેતૃત્વ દિવસનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા પદાધિકારીઓ, મહિલા સરપંચો, મહિલા તલાટી કમ મંત્રીઓ, આંગણવાળી વર્કર બહેનો, સ્વસહાય જુથની બહેનો તથા આગાખાન ટ્રસ્ટના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં હાજર મહિલાઓએ સશક્ત મહિલા સશક્ત ભારતનો સંકલ્પ કર્યો હતો. આ કાર્યક્રમ બાદ તાલુકા પંચાયત કચેરી ખાતે વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne