વાંકાનેર : વાંકાનેરના જીતુ સોમાણીના આગોતરા જામીન અંગે મોરબી અપડેટમાં ગત તા. 5 /08/2019ને સોમવારના રોજ મોડી સાંજે એક સમાચાર પ્રસિદ્ધ કરવામા આવ્યા હતા. જેમાં શરતચૂક થતા જણાવાયું હતું કે જીતુ સોમાણીના આગોતરા જામીન મંજુર થઈ ગયા છે. હકીકતમાં જીતુ સોમાણીના આગોતરા જામીન અંગેનો કોઈ નિર્ણય નામદાર કોર્ટ દ્વારા લેવામાં આવ્યો ન હતો. જો કે આ સમાચારમાં શરતચુક હોવાનું ધ્યાને આવતા તે તુરંત જ હટાવી પણ દેવામાં આવ્યા હતા. તેમ છતાં આ સમાચારથી કોઈ વ્યક્તિની લાગણી દુભાઈ હોય તો અમો દિલગીરી વ્યક્ત કરીએ છીએ. નોંધ : મોરબી અપડેટ હંમેશા સત્ય સમાચારોનું આગ્રહી રહ્યું છે. લોકોના વિવધ પ્રશ્નો પ્રજા અને તંત્ર સમક્ષ જાહેર કરવાનું તટસ્થતાથી કામ કરે છે. તેથી અહીંથી પ્રસિદ્ધ થયેલા સમાચારથી કોઈની પ્રતિષ્ઠાને ખોટી રીતે હાનિ પહોંચે તેવા સમાચાર કે કોઈ પણ સમાચાર પ્રત્યે સંદેહ હોય તો મો.નં. 9227432274 ઉપર સંપર્ક કરી ધ્યાન દોરવાની અપીલ કરવામાં આવે છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne