તસ્કરોએ ગામમાં દુકાન-મકાન સહિતના ત્રણ સ્થળને નિશાન બનાવીને ભારે રંજાડ કરી મોરબી : મોરબીના રાજપર ગામે ગતરાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. અને ગામની દુકાન અને મકાન સહિત ત્રણ સ્થળને નિશાન બનાવીને ભારે રંજાડ કરીને ફરાર થઈ ગયા હતા.જોકે મોરબી પંથકમાં પોલીસની સતત નિષ્ક્રિયતાના પાપે તસ્કરોનો તરખાટ યથાવત રહેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મોરબી પંથકમાં ચોથા દિવસે તસ્કરોનો તરખાટ યથાવત રહ્યો છે.જેમાં મોરબીના રાજપર ગામે તસ્કરો ત્રાટકયા હતા અને સ્વાધ્યાયય પરિવારના અમૃતાલયમાંથી ડીવીડી લઈ ગયા બાદ ગામની બહાર જ મૂકી દીધું હતું.તેમજ શિવશક્તિ પાનની દુકાનના તાળા તોડ્યા હતા અને સીસીટીવી કેમેરો તોડી નાખ્યો હતો.આ ઉપરતા એક બંધ મકાનના રૂમના તમામ લોકો તોડીને સમાન વેરવિખેર કરી નાખ્યો હતો.જોકે ગામમાં અવાર નવાર ચોરી થાય છે પણ મોટી રકમ ન જતા ગ્રામજનો ફરિયાદ નોંધાવતા નથી.ત્યારે પોલીસ તસ્કરો સામે કડક કાર્યવાહી કરે તેવી ગ્રામજનોએ માંગ ઉઠાવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne