બન્ને પરિવારે સામસામી ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપર ગામે શેરીમાં સાવરણાથી વાળવા મામલે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બીચકાતા બે પાડોશી પરિવારો વચ્ચે બધડાટી બોલી ગઈ હતી. બન્ને પરિવારો વચ્ચે થયેલી મારમારીમાં બન્ને પક્ષના મળીને કુલ સાત વ્યક્તિને ઇજા પહોંચી હતી. બાદમાં બન્ને પરિવારે સામસામી ફરિયાદ નોંધાવતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા નયનાબેન ઉર્ફે નીતાબેન નરેન્દ્રભાઈ સોલંકી ઉ.વ.30 નામની મહિલાએ તે જ ગામે રહેતા કિશનભાઈ અમુભાઈ સોલંકી અને ભાવુબેન કિશનભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તેઓ શેરીમાં સાવરણીથી વાળતા હતા, તે સમયે આરોપીઓએ ગાળો આપીને તેમને ખાટલાના લાકડાથી માર માર્યો હતો. તેમજ આરોપીઓએ સાહેદ નરેન્દ્રભાઈ નથુભાઈ, રાણીબેન નથુભાઈ, હીનાબેન અમરશીભાઈ અને મણીબેન દેવાભાઈને ખાટલાના લાકડા તથા ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામાપક્ષે કિશનભાઈ અમુભાઈ સોલંકીએ નીતાબેન, હીનાબેન અમરશીભાઈ, નરેન્દ્રભાઈ નથુભાઈ સોલંકી અને ઉજીબેન ખીમજીભાઈ ચાવડા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી નીતાબેન શેરીમાં સાવરણાથી વાળતા હોય ફરિયાદીએ પાણીનો છાંટા નહિ ઉડાડવાનું કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈને ફરિયાદી તથા ભાવુબેન કિશનભાઈને સાવરણી તથા લાકડા વતી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તાલુકા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne