તંત્રની શરમજનક બેદરકારીના પાપે ઠેરઠેર ગટરની ગંદકી અને કાદવ કિચડનું સામ્રાજ્ય છવાયું : વરસાદી પાણીની સાથે ગટરના દૂષિત પાણી ભરાતા લોકોના આરોગ્ય પર ખતરો મોરબી : મોરબીમાં તંત્રની શરમજનક બેદરકારીના પાપે ઠેરઠેર ગટરના દૂષિત પાણી ઉભરાવવની તથા વરસાદી પાણીના નિકાલના અભાવે કાદવ કિચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. જ્યારે સૌથી વધુ નર્કથી બદતર સ્થિતિ જુના બસ સ્ટેશન પાસેની ઈદ મસ્જિદ વાળી શેરીની થઈ ગઈ છે. આ શેરીમાં ગટરનું અત્યંત કાળું પાણી શેરીમાં અને લોકોના ઘરમાં ભરાયા છે. તેથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે.આથી તંત્ર વહેલાસર આ બાબતે યોગ્ય પગલાં ભરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. મોરબીમાં સફાઈના અભાવે ભૂગર્ભ ગટર ચોકઅપ થવાથી વરસાદી પાણીનો નિકાલ ન થતા ગટરના ગંદા પાણી ઠેરઠેર ઉભરાઈ રહ્યા છે.હાલ ચોમાસામાં ગટર ઉભરવવાની સમસ્યા એટલી હદે વકરી છે કે લોકોના ઘરમાં ગંદા પાણી ઘુસી ગયા છે. જેમાં મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ ઈદ મસ્જિદ શેરીમાં અયોધ્યા પુરી રોડ પનની ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. જોકે ઈદ મસ્જિદ વાળી શેરી તો ગટરના ગંદા પાણીથી વગર વરસાદે પાણી પાણી થઈ ગઈ છે અને હવે તો આ શેરીમાં લોકોના ઘરમાં પણ ગંદા પાણી ઘુસી ગયા છે. આ ગટરનું પાણી એકદમ કાળું અને ભારે દુર્ગંધ મારે છે. ગટરની બેસુમાર ગંદકી ફેલતા મચ્છર સહિતની જીવતોનો ઉપદ્રવ વધી ગયો છે. તેથી સ્થાનિક લોકો માંદા પડે તેવી ગંભીર નોબત આવી ગઈ છે અને શેરીમાં તો ગંદા પાણી એટલી હદે ભરાયેલા છે કે લકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આવી ગંભીર સ્થતી હોવા છતાં પણ સ્થાનિકોની રજુઆત તંત્રના બહેરા કાને અથડાતા સ્થાનિકોનું આરોગ્ય ભગવાન ભરોસે થઈ ગયું છે. મોરબીમાં ઠેરઠેર ગટરના પાણી ભરવવાની સમસ્યા સર્જાય છે. જેમાં મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહિદાસ પરામાં બારેમાસ વગર વરસાદે ગટરના ગંદા પાણી ભરાઈ છે. ગટરના ગંદા પાણી ભરાવવાથી બેસુમાર ગંદકી ફેલાઈ રહી છે અને મચ્છરોનો ઉત્પાત વધતા સ્થાનિકોનું આરોગ્ય જોખમાય રહ્યું છે. તેમ છતાં પણ તંત્ર ધ્યાન દેતું ન હોવાથી આ પછાત વિસ્તારની નર્ક જેવી બદતર સ્થિતિ થઈ ગઈ છે. મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ ઘાંચી શેરીમાં ગટરના દૂષિત પાણી ઘણા સમયથી ઉભરાઈ છે. ઉભરાતી ગટરની કારણે વાહન પરિવહન પર માઠી અસર થાય છે તેમજ રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. જ્યારે કાલિકા પ્લોટમાં વરસાદી પાણી ભરાતા કાદવ કિચડનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. તેથી વાહન તો ઠીક ચાલીને નીકળવું પણ કઠિન બન્યું છે. આ ઉપરાંત સામાકાંઠે આવેલ વૃદાવન પાર્ક સહિતના અનુબાજુના વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા ગારા કીચડની ગંભીર સ્થિતિ સર્જાઈ છે તેથી સ્થાનિક લોકોને ભારે હાડમારીઓનો સામનો કરવો પડ્યો છે. જોકે હજુ સુધી મોરબીમાં ધીમીધારે જ વરસાદ પડ્યો છે. ત્યાંજ આવી દુર્દશા થઈ ગઈ છે. જો ભારે વરસાદ પડે તો કેવી કપરી સ્થિતિ પેદા થશે તે વિચારીને પણ ધ્રુજી ઉઠાઈ છે. જોકે ગટરનો પ્રશ્ન તો વરસાદ પહેલાથી ગંભીર છે. હવે વરસાદી પાણીનો નિકાલ ન થવાથી ગટરનો પ્રશ્ન વિકરાળ બન્યો છે. સૌથી મોટી મુસીબત એ છે કે શહેરમાં સમસ્યાઓ વધતી હોવા છતાં તંત્ર હાથ પર હાથ ધરીને બેઠું હોવાથી લોકોને આ સમસ્યાઓનો સામનો કરવા સિવાય કોઈ છૂટકો જ નથી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne