મોરબી : જાદુ એ હાથ ચાલાકી, દ્રષ્ટિભ્રમ સર્જીને કરાતું મનોરંજન સાથે જ્ઞાન આપતું માધ્યમ છે. માનવ સહજ પ્રકૃતિને અચંબિત કરનાર મનોરંજનનું માધ્યમ જાદુ હાલના ઈન્ટરનેટના જમાનામાં વિસરાતો જતો હુન્નર છે. ત્યારે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓ માટે મધ્યપ્રદેશના જાદુગરોનો જ્ઞાન સાથે ગમ્મત આપતો કાર્યક્રમ યોજાયો હતો. જેને વિદ્યાર્થીઓએ ભારે ઉત્કંઠા પૂર્વક મનભરીને માણ્યો હતો. સર્વોદય એજ્યુકેશન સોસાયટી મોરબી સંચાલિત યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં પ્રિન્સિપાલ ડૉ. એલ.એમ.કંઝારિયાના અધ્યક્ષ સ્થાને તેમજ એમના માર્ગદર્શન હેઠળ મધ્યપ્રદેશના જાદુગર રિયાઝખાન અને જાવીદભાઈનો જાદુનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જાદુગરોએ કાર્યક્રમની શરૂઆતમાં જ જણાવ્યું હતું કે વિશ્વમાં જાદુ જેવું કશું જ હોતું નથી. આ માત્ર હાથ ચાલાકીની વિદ્યા છે. વિદ્યાર્થીઓ સમક્ષ એમણે વિવિધ જાદુના પ્રયોગો કર્યા હતા. કેટલાક પ્રયોગોમાં વિદ્યાર્થીઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા. આવા પ્રયોગ કોઈ પણ વ્યક્તિ શીખી શકે છે એમ કહેતા વધુમાં જાદુગરે જણાવ્યું હતું કે મૂળ તો આ જ્ઞાન સાથે ગમ્મત મેળવવા માટેનું માધ્યમ છે. એની સાધના કરવાથી એમાં પારંગત થઈ જવાય છે. આ અભ્યાસ લક્ષી કાર્યક્રમને વિદ્યાર્થીઓએ મન ભરીને માણ્યો હતો. કાર્યક્રમના અંતે પ્રો. જોશી દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne