વાંકાનેર : વાંકાનેરમા સગીરાને ત્રણ શખ્સોએ અલગ અલગ રીતે હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદ નોંધાઇ હતી.ત્યારે આજે વાંકાનેર પોલીસે આ દુષ્કર્મ કેસના ત્રણેય આરોપીઓને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેરની એક સગીર વયની બાળાને આરોપી વિપુલ ઉર્ફે લાલો ચકાભાઈ વાટુકીયા રહે. ખડીપરા વાંકાનેર વાળાએ લલચાવી-ફોસલાવી બે વખત જાતીય સતામણી કરી હુમલો કર્યો હતો.તેમજ તેમનો મિત્ર હાર્દિક પ્રફુલભાઈ ધનેસરા રહે. ઉપલાપરા વાળાને આ વાત કરતાં આરોપી હાર્દિકે સગીર વયની બાળાને કહેલ કે તારે લાલા સાથે આડો સંબંધ છે તેની વાત બધાને કહી દઈશ એવી ધમકી આપી ભોગ બનનારને કહેલ કે તને ક્યાંક કામે રખાવી આપીશ એમ કહી આરોપી તુષાર રમેશભાઈ ધોરિયા રહે. રાજાવડલા રોડ વાળાને સાથે રાખી ભોગ બનનાર સગીર વયની બાળાને બંને આરોપીઓ ચોટીલા ખાતે લઈ ગયેલ. જ્યાં આ બંને આરોપીઓએ બાળકીનો ટીકટોક વિડીયો ઉતારી તથા બાદમાં આરોપી લાલાને આ વિડીયો વોટ્સએપના માધ્યમથી મોકલી તથા આરોપી હાર્દિકે ભોગ બનનાર બાળાને ધાકધમકી આપીને દુષ્કર્મ ગુજાર્યું હોવાની થોડા દિવસો પહેલા ફરિયાદ નોંધાઇ હતી.ત્યારે આજે વાંકાનેર પોલીસે આ દુષ્કર્મ કેસના ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne