વાંકાનેર : ભજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર પરની વિશેષ દરજ્જા સમાન કલમ 370 હટાવી લેવાનો ઐતિહાસિક નિર્ણય લેતા સમગ્ર દેશમાં ખુશાલીનું મોજું ફરી વળ્યું છે ત્યારે વાંકાનેર ભાજપે ફટાકડા ફોડી નારા લગાવ્યા અને ભારત સરકારના ઐતિહાસિક નિર્ણયને ઉમળકાભેર વધાવ્યો હતો. આજે ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર પરની 370 કલમ હટાવી ઐતિહાસિક ખરડો પસાર કર્યો હતો. જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવતા સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. જેને પગલે વાંકાનેરમાં આજે ભાજપ દ્વારા ભારત સરકારે લીધેલા આ ઐતિહાસિક નિર્ણયને વધાવવા માટે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાંકાનેર ભાજપ દ્વારા માર્કેટ ચોકમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.