પ્રતિ વર્ષ જન્માષ્ટમીએ નીકળતી શોભાયાત્રાની રૂપરેખા અંગે ચર્ચા વિચારણા કરાઈ વાંકાનેર : વાંકાનેરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં જન્માષ્ટમીના દિવસે સવારે ફળેશ્વર મંદિર ખાતે વાંકાનેરના રાજવી પરિવાર દ્વારા શ્રીકૃષ્ણને પૂજા અર્ચન કર્યા બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવે છે. અને આ રથયાત્રા સમગ્ર નગરમાં પરિભ્રમણ કરી જીનપરા ચોકમાં સમાપન કરવામાં આવે છે. જે રથયાત્રામાં વાંકાનેરના સમગ્ર હિન્દુ સમાજના ધર્મપ્રેમી લોકો જોડાઈ શ્રીકૃષ્ણ જન્મને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ આગામી તા. ૨૪/૮ ને શનિવારે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે અંગેની આગેવાનોની એક બેઠક વાંકાનેરમાં ગરાસિયા બોડીગ ખાતે રાખેલ. તેમજ સમગ્ર વાંકાનેરના ધર્મપ્રેમી જનતા માટેની આગામી મીટીંગ તા. ૧૦/૮ ને શનિવારે સાંજે ૭ વાગ્યે ફળેશ્વર મંદિર ખાતે રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી મિટિંગમાં ગત વર્ષે રથયાત્રાના રૂટમાં સુશોભિત કરેલ ફલોટના આયોજકોને ઇનામ વિતરણ કરવામાં આવશે તેમજ આ વખતની રથયાત્રા અંગેનું આયોજન કરવામાં આવશે. આ મિટિંગમાં સર્વે ધર્મ પ્રેમી જનતાને પધારવા વાંકાનેર કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે. શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિની આ બેઠકમાં યુવરાજ કેસરીદેવસિંહજી, ક્ષત્રિય સમાજ પ્રમુખ વજુભા ઝાલા, ડો. ભરતસિંહ, અર્જુનસિંહ, અમિતસિંહ, જનકસિંહ, ભરતભાઈ ઓઝા, બીપીનભાઈ રાવલ, અમુભાઈ ઠાકરાણી, જેન્તીભાઈ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સંજયભાઈ નાગરેચા, દામોદરભાઈ પટેલ, ગોરધનભાઈ સરવૈયા, માલધારી સમાજ પ્રમુખ હીરાભાઈ, માટીકામ કલાકારી બોર્ડના ડાયરેક્ટર સુરેશભાઇ પ્રજાપતિ તેમજ બહોળી સંખ્યામાં સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne