મોરબી : શહેરના રોહિદાસ પરામાં વગર વરસાદે બારેમાસ ગટરનું પાણી વહીને ભરાઈ રહેવાથી ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું રહે છે. આ બાબતે સ્થાનિકોએ વારંવાર અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર એ બાબતે ઉદાસીન રહેતા લોકોમાં હવે રોષ ફેલાઈ રહ્યો છે. વિસ્તારમાં બારેમાસ ફેલાઈ રહેલી ગંદકીને કારણે રોગચાળાનો ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. તસ્વીરોમા સ્થાનિકો કેવી નર્કાગાર જેવી હાલતમાં રહેવા મજબૂર છે તે જોઈ શકાય છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne