અગ્નેશ્વર મહાદેવ મંદિરમાં ભવ્યાતિભવ્ય પ્રદર્શનનું આયોજન કરાયું મોરબી : આજે શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિતે મોરબીના આવેલા શિવાલયોમાં ભક્તોની મોટી ભીડ જોવા મળી રહી છે. મોરબીના શિવમંદિરોમાં ઠેર ઠેર ભક્તો હર હર મહાદેવ અને ૐ નમઃ શિવાયના જાપ સાથે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગવાન શિવની પૂજા અર્ચના કરી રહ્યા છે, જયારે અગ્નેશ્વર મહાદેવ મંદિરમાં એક ભવ્ય પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. મોરબીના શિવાલયોમાં ઠેર ઠેર શિવભક્તોની ભીડ જોવા મળી રહી છે. મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિતે એક ભવ્ય પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં ભગવાન શિવની મૂર્તિ, બાર જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ, ભગવાન શેષનાગની મૂર્તિ, ભગવાન ગણપતિની મૂર્તિ, વેલનાથની મૂર્તિ, બાપા સીતારામની મૂર્તિ વગેરે ગોઠવવામાં આવ્યું છે. દેવાધિદેવ મહાદેવ ભૂતોના ભગવાન પણ કહેવાય છે, આથી ભૂતોના પૂતળા પણ મુકવામાં આવ્યા છે. આ પ્રદર્શનમાં સાડા સાત ફુટ ઉંચુ અને વીસ ફુટ લાબું એવું રુદ્રાક્ષનું શિવલિંગ પણ બનાવવામાં આવ્યું છે. આ શિવલિંગ આશરે 26,000 રુદ્રાક્ષના ઉપયોગથી બનાવાયું છે. ભક્તો ઉત્સાહપૂર્વક આ પ્રદર્શન અને મહાદેવના દર્શનનો લાભ લઇ રહ્યા છે. અગ્નેશ્વર મહાદેવ ઉપરાંત શહેરના જડેશ્વર મહાદેવ, કુબેરનાથ મહાદેવ, શોભેશ્વર મહાદેવ, રફાળેશ્વર મહાદેવ સહિતના શિવમંદિરોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne