મોરબી : મોરબીમાં 'સમર્પણ ધ્યાનયોગ'ના પ્રણેતા શિવકૃપાનંદ સ્વામી દ્વારા 'સમર્પણ ધ્યાનયોગ' વિડીયો શિબિરનું આયોજન તારીખ 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી બપોરે 2:15 થી 5:00 વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું છે. આ વિડીયો શિબિર સમર્પણ ધ્યાન કેન્દ્ર, આશાપુરા ટાવરની બાજુમાં, સુપરમાર્કેટની સામે, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે. મોરબીમાં આગામી 8 તારીખથી સમર્પણ ધ્યાન કેન્દ્ર દ્વારા ત્રિદિવસીય વિડીયો શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરના આયોજક નવસારીનું શિવકૃપાનંદ સ્વામી આશ્રમ ટ્રસ્ટ છે. આ વિડીયો શિબિરમાં શિવકૃપાનંદ સ્વામી દ્વારા આઠ દિવસ સંગ્રહિત કરાયેલા પ્રવચનો છે. આ શિબિરમાં ધ્યાન કરવાથી થતા લાભો વિશે પ્રવચન આપવામાં આવશે. આ શિબિરનો લાભ લેવા માટે 8 વર્ષથી ઉપરના તમામ લોકોને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે 9427937800, 9687662337 તથા 7567516937 પર સંપર્ક કરવા જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne