મોરબી : મોરબી જિલ્લાના રામેશ્વરનગર, ગાંધીનગર ગ્રામના યુવાનો દ્વારા ફ્રેન્ડશીપ ડેના દિવસે ગાંધીનગર પાસે આવેલ વાવવાળા હનુમાજીની જગ્યા એ વૃક્ષ વાવીને ઉજવણી કરવામાં આવી હતી. મોરબીના રામેશ્વરનગર, ગાંધીનગર ગ્રામના યુવાનોએ મિત્રતા દિવસ નિમિતે વાવવાળા હનુમાનજી મંદિર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષ વાવવા માટે યુવાનોમાં મનીપરા ઉમેશ, પટેલ મનોજ, પટેલ મુકેશ તેમજ રામેશ્વર નગરના અન્ય યુવાનો અને ગાંધીનગર ગ્રામ પંચાયતના યુવાન સભ્ય પટેલ નવનીત દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને ફ્રેન્ડશીપ ડે નિમિતે બધા મિત્રોએ ભેગા થઈને આજે તાવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેને યાદગાર બનાવવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne