મોરબી : મોરબીમાં નીલકંઠ વિદ્યાલય સામે નવી પાણીપુરીની દુકાન 'ભારત' શરૂ થઇ છે. આ દુકાનનું ગઈકાલ તારીખ 4ને રવિવારે ઉદ્ઘાટન યોજવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટનની ખાસ વાત એ હતી, કે આ દુકાનના માલિકે ઉદ્ઘાટન સમયે દેશના અમર જવાનોને નામે રોપાઓનું વિતરણ કર્યું હતું. મોરબી દેશ વિદેશમાં સીરામીક સીટી તરીકે ખુબ નામના ધરાવે છે. આ મોરબીમાં અનોખા લોકો વસે છે. મોરબીવાસીઓ હમેશા કોઈ પણ કાર્યક્રમમાં કંઈકને કંઈક નવું કરવામાં હમેશા અગ્રેસર હોય છે. ગઈકાલ તારીખ 4ને રવિવારે નીલકંઠ વિદ્યાલય સામે જે 'ભારત' નામની નવી પાણીપુરીની દુકાન ખુલી છે, તેના માલિક દ્વારા આ દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે કોઈ ભપકો કે દેખાડો કરવાને બદલે દેશના અમર જવાનોને નામે 700 જેટલા રોપાઓનું વિતરણ કર્યું હતું. સીરામીક ઉદ્યોગોના લીધે મોરબીમાં પ્રદુષણની માત્રા વધુ હોવાને કારણે તથા મોરબીમાં ઓછા વરસાદને કારણે આ રોપા વિતરણ યોજવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટનમાં આજુબાજુના દુકાનદારો અને બીજા ઘણા લોકો પણ હોંશે હોંશે રોપાઓ લઇ ગયા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne