હળવદ : મોરબીના હળવદ તાલુકાના રાતાભેર ગામે ઠાકોર સમાજના લોકો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઓછો વરસાદ પડ્યો હતો. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. મોરબી એ કારખાનાનું શહેર છે, આથી પ્રગતિ ખુબ કરે છે. પરંતુ આ ઉદ્યોગો વાતાવરણને ખુબ પ્રદુષિત કરે છે. આથી મોરબી જિલ્લામાં તથા તેના અલગ અલગ તાલુકાઓમાં વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગઈકાલે ઠાકોર સમાજના લોકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne