મોરબી : યુવા રન ફાઉન્ડેશન દ્વારા તારીખ - 28 જુલાઈ 2019 ના રોજ આત્મીય યુનિવર્સીટી (રાજકોટ) ખાતે યુવારન ફાઉન્ડેશન મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં આર્ય વિદ્યાલયમના ચાર વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ ક્રમાંકો મેળવ્યા છે. તાજેતરમાં યુવા રન ફાઉન્ડેશન દ્વારા રાજકોટ ખાતે મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટના વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાએ યોગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોરબી જિલ્લામાંથી ઘણીબધી સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં આર્ય વિદ્યાલયમના 4 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું. જેમાં અંડર-10મા ભોરણીયા વ્રજ પહેલો નંબર, કોરીંગા દ્વિજ બીજો નંબર,જીવાણી શૌર્ય ચોથો નંબર અને ઝાલા રણવીર છઠો નંબર મેળવીને વિજેતા બન્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne