મોરબી : મોરબી નજીક વાંકાનેર હાઇવે ઉપર શક્તિ ચેમ્બર પાસે બે રીક્ષા વચ્ચે અકસ્માત થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં ત્રણ યુવાનોને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ફરિયાદ નોંધાતા બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લાલપર ગામે રહેતા પ્રભુભાઈ ભીખાભાઈ મકવાણાએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે મોરબી વાંકાનેર હાઇવે ઉપર શક્તિ ચેમ્બર પાસે રીક્ષા નંબર જીજે 36 યુ 4202ના ચાલકે બેફિકરાઈથી વાહન ચલાવીને તેઓની રીક્ષા નંબર જીજે 36 યુ 5188ને ટક્કર મારી પલટી ખવડાવીને અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં રીક્ષાસવાર જીજ્ઞેશભાઈ જયેશભાઇ સોલંકીને પગમાં ફેક્ચર સહિતની ઇજાઓ તેમજ જયદીપ અને કૈલાશને સમાન્ય ઇજાઓ પહોંચી હતી. આ ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.