મોરબી : મોરબીની નવલખી ફાટક પાસે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા એક કારને અકસ્માત નડ્યો હતો. આ કાર રેલવે ટ્રેક ઉપર ચડી હતી. આ અકસ્માતના કારણે કારને નુકશાન પણ થયું હતું. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના નવલખી ફાટક પાસે આરટીઓ કચેરી તરફથી આવતી જીજે 27 બીઇ 7080 નંબરની આઈ ટવેન્ટિ કારના ચાલકે કોઈ કારણોસર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રેલવે ટ્રેક ઉપર ચડી ગઈ હતી. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. બનાવની જાણ થતા રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne