મોરબી : મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર અને મકનસર ગામે ચાલતા જુગાર ઉપર દરોડા પાડીને પાંચ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર ગામે ચાલતા જુગાર ઉપર દરોડો પાડીને ગિરધરભાઈ ખીમજીભાઈ વાઘેલા, વિજયસિંહ ઉર્ફે લાલો મહોબતસિંહ રાઠોડ અને અલ્પેશભાઈ વલ્લભભાઈ રાઠોડને રૂ. 11,500 સાથે ઝડપી પાડ્યા હતા. બીજા દરોડામાં મકનસર ગામે જુગાર રમતા વેલજીભાઈ ભીખાભાઇ ચૌહાણ, દિનેશભાઈ ભીખાભાઇ ચૌહાણ, સુરેશભાઈ અમરશીભાઈ અગૌલા, રાયસિંગભાઈ ભીખાભાઇ ચૌહાણ અને મેહુલભાઈ રવજીભાઈ ગોહિલને રોકડ રૂ. 10,800 સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.