મોરબી : હાલના સમયમાં બેફામ ઔદ્યોગિકરણને પ્રદૂષણનો પ્રશ્ન વિકટ બન્યો છે. પ્રગતિના પંથે ચાલવા માટે આડેધડ કારખાના સ્થપાઈ રહ્યા છે. આ ઉપરાંત વસ્તી સતત વધતી જતી હોવાને કારણે આવાસો વધવાને લીધે સર્વત્ર જંગલોનો નાશ કરીને કોંક્રિટના જંગલો સ્થપાઈ રહ્યા છે. આવા સમયે ગ્લોબલ વૉર્મિંગ અને જળવાયુ પ્રદૂષણના કારણે લોકો દરરોજ નિતનવા રોગોથી પીડાય છે. વળી, આ વર્ષે સમગ્ર જગતમાં કલાઇમેટ ચેંજની પણ માઠી અસરો જોવા મળી રહી છે, ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે. આવા સમયે વૃક્ષો જ વ્હારે આવે છે. આથી સરકાર દ્વારા 70મા વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત 'એક બાળ, એક ઝાડ' કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાની વિવિધ શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. ગણેશપર પ્રાથમિક શાળા અને ગૌસેવા યુવક મંડળ દ્વારા વૃક્ષારોપણ ટંકારા : ટંકારા તાલુકાની ગણેશપર પ્રા.શાળા પરિવાર અને ગૌસેવા યુવક મંડળના સભ્યો દ્વારા એક બાળ એક ઝાડ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય અને ટંકારા તા.પ્રા.શિ. સંઘના મહામંત્રી વિરમભાઈ દેસાઈ, શિક્ષક અશોકભાઈ કાનાણી, ગૌસેવા યુવક મંડળના સભ્યો વસંતભાઈ ચૌધરી, પ્રવિણભાઇ ચૌધરી, નાગજીભાઈ ભાગીયા, જીજ્ઞેશભાઈ દેવડાના હસ્તે 150 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અણીયારી પ્રાથમિક શાળા મા 'એક બાળ એક ઝાડ' અંતર્ગત વૃક્ષારોપણ મોરબી જિલ્લાને હરિયાળો બનાવવા માટે ડી.પી.ઈ.ઓ. મયુરભાઈ પારેખ સાહેબ દ્વારા એક બાળ એક ઝાડ કાર્યક્રમને મિશન તરીકે ચલાવવામાં આવી રહ્યો છે, ત્યારે મોરબીની અણીયારી પ્રાથમિક શાળામાં બાળકો, શિક્ષકો, આચાર્ય અને અન્ય સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. માળીયા(મી.) : ભાવપર તાલુકા શાળામાં વૃક્ષોનું વાવેતર માળીયા(મી.) : માળીયાની ભાવપર તાલુકા શાળામાં 'એક બાળ, એક ઝાડ' કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણમાં ભાવપર તાલુકા શાળા આચાર્ય અને સહકારી મંડળી તથા માળીયા તાલુકા ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ મનહરભાઈ ગાંડુભાઇ બાવરવા અને સરપંચ મણીભાઈ દેવશીભાઇ બાવરવા અને ગ્રામજનોએ મળીને 201 વૃક્ષોનું વાવેતર કર્યું હતું. રાજપર માધ્યમિક શાળામાં વૃક્ષો વવાયાં મોરબી : મોરબીની રાજપર માધ્યમિક શાળામાં 'એક બાળ, એક ઝાડ' કાર્યક્રમ અંતર્ગત વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યે ભાગ લીધો હતો. વૃક્ષારોપણની સાથે સાથે વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne