રોડ પર પડેલા ઠેરઠેર ખાડામાં વરસાદી પાણી ભરાતા પરિવહનની સ્થિતિ ગંભીર મોરબી : મોરબીના પ્રવેશદ્વાર સમા શનાળા રોડ પરના ઉમિયા સર્કલ પાસેના રોડની વરસાદમાં ખૂબ જ ખરાબ દશા થઈ ગઈ છે. આ રોડ પર ઠેરઠેર ખાડા પડી જતા અને ઉપરથી એ ખાડામાં વરસાદી પાણી ભરાતા વાહન પરિવહનની સ્થિતિ ગંભીર બની ગઈ છે. વાહન ચાલકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી જવાબદાર તંત્ર વહેલી તકે રોડની યોગ્ય મરમત કરે તેવી માંગ ઉઠી છે. મોરબીના પ્રવેશદ્વાર સમા શનાળા રોડ પરના ઉમિયા સર્કલ પાસેના રોડની આગાઉના સામાન્ય વરસાદમાં પણ નાજુક સ્થિતિ થઈ ગઈ હતી અને રોડ પર ખાડા પડવાની સાથે વરસાદી પાણી અને ગટરના પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ છે. ત્યારે હમણાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા એકધારા વરસાદથી ઉમિયા સર્કલ પાસેનો રોડની વધુ બદતર હાલત થઈ ગઈ છે. આ રોડ એકદમ ખંડિત થઈ ગયો છે.રોડ ઉપર મસમોટા ગાબડા પડી ગયા છે. એ ઉપરાંત વરસાદી પાણી ભરાયા છે અને ગટરની ગંદકીનું આક્રમણ તો અવિરત ચાલુ છે. પરિણામે વાહન ચાલકોની કપરી હાલત થઈ છે. આ રોડની એટલી બધી ગંભીર સ્થિતિ થઈ ગઈ છે કે અહીંથી પસાર થવું એ અકસ્માત આમંત્રણ આપવા બરોબર છે. પણ આ મુખ્ય માર્ગ હોય લોકોને અહીંથી પસાર થવા સિવાય છૂટકો જ નથી. તેથી વાહન ચાલકો ગંભીર મુશ્કેલીને ધ્યાને લઈને તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાંગ પ્રબળ બની છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne