રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘે રાજ્યના શિક્ષણ મંત્રીને આવેદન આપ્યું મોરબી : મોરબી સહિત રાજ્યભરના ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ વિભાગના શિક્ષકોને લાયકાત મુજબ યોગ્ય પગાર ધોરણ આપવાની માંગ સાથે રાષ્ટીય શૈક્ષીક મહાસંઘે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને આવેદનપત્ર પાઠવ્યું હતું. રાષ્ટીય શૈક્ષીક મહાસંઘે શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે,ગુજરાતના શૈક્ષણિક કાયદામાં થયેલા નવા સુધારા મુજબ ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ધો.1 થી 5 નિમ્ન અને ધો.6 થી 8 ઉચ્ચ શિક્ષણ વિભાગ ગણાય છે અને આર.ટી.ઇ.એક્ટ 2009 અનુસાર ધો.6 થી 8માં વિષય મુજબ શિક્ષકોની ભરતી કરવાની જોગવાઈ છે. આ જોગવાઈ મુજબ ભાષા, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકોની નિમણુક કરવામાં આવે છે. તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગના વિષયોના શિક્ષકોની નિમણુંક માટે શૈક્ષણિક લાયકાત સ્નાતક અને તાલીમી લાયકાત બી.એડ. અને પી.ટી.સી.વગેરે નક્કી કરવામાં આવે છે. આ રીતે નિમ્ન અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોના વિષય અને કાર્યભાર તેમજ લાયકાત તથા જવાબદારીઓમાં મોટો તફાવત હોવા છતાં આ બન્ને વિભાગોના શિક્ષકોને એક સમાન પગાર ધોરણ આપવામાં આવે છે. આ પગાર ધોરણમાં મોટી વિસંગતતા હોવાથી ઉચ્ચતર પ્રાથમિક શિક્ષકોને લાયકાત અને જવાબદારીઓ મુજબ પગાર ધોરણ આપવાની માંગ કરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne