મોરબી : મોરબીના શકત શનાળા ખાતે સરસ્વતી શિશુ મંદિર, મારુતિ, શોરૂમની બાજુમાં, મોરબી-રાજકોટ હાઇવે, શકત શનાળા, મોરબીમાં સ્વ. જયશ્રીબેન જીવરાજભાઈ ફૂલતરીયા પરામર્શન કેન્દ્રનું આવતીકાલે તારીખ 4ને રવિવારે સવારે 9:00 વાગ્યે વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવશે. મોરબીના શકત શનાળામાં આવતીકાલે સ્વ. જયશ્રીબેન જીવરાજભાઈ ફૂલતરીયા પરામર્શન કેન્દ્રનો ઉદ્ઘાટન સમારોહ યોજાનાર છે. અત્રે ઉલ્લેખનીય છે, કે સંતાનોત્પત્તિ એ માત્ર પારિવારિક જ નહીં, પરંતુ સામાજિક અને રાષ્ટ્રીય જવાબારી છે. શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે શ્રેષ્ઠ વ્યક્તિની આવશ્યકતા હોય છે. આવા શ્રેષ્ઠ વ્યક્તિઓ સમાજને, રાષ્ટ્રને આપવા માટે માતા પિતાએ શું કરવું જોઈએ, એ માટેના માર્ગદર્શન માટે આ પરામર્શન કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો છે. આ સમારોહના મુખ્ય વક્તા ગાંધીનગર ચિલ્ડ્રન યુનિવર્સીટીના ભૂતપૂર્વ કુલપતિ દિવ્યાંશુભાઈ દવે છે. આ પરામર્શન કેન્દ્રના ઉદ્ઘાટન સમારોહમાં જાહેર જનતાને સહપરિવાર પધારવા માટે શીશુમંદિરના નિયામક સુનિલભાઈ પરમાર, પરામર્શન કેન્દ્રના સંજયોજક દર્શનાબેન પાણસરિયા અને શીશુમંદિરના મુખ્ય વ્યવસ્થાપક જયંતિભાઈ રાજકોટીયા દ્વારા અનુરોધ કરાયો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne