મોરબી : મોરબી નજીક મચ્છુ-3 ડેમમાં ગઈકાલે માછીમારી કરવા ગયેલા પાંચ યુવાનો પૈકી એક યુવાનનું પાણીમાં ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું. બાકીના ચાર યુવાનોમાંથી બે યુવાનો પાછા આવી ગયા હતા, જયારે બાકીના બે યુવાનોનો કોઈ પત્તો ન હોવાથી તેઓ નીકળી ગયા છે, કે કેમ તે દિશામાં તાલુકા પોલીસ તપાસ ચલાવી રહી છે. મોરબી નજીક મચ્છુ-3 ડેમમાં ગઈકાલે એક કરતા વધુ લોકો માછીમારી કરવા માટે ગયા હતા. એ સમયે એક યુવાન પાણીમાં ડૂબી જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. આ યુવાનના મૃતદેહને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું, કે મૃતક યુવાનનું નામ વિનોદ(ઉ.વ. 28) છે અને તે મૂળ છોટા ઉદેપુરનો રહેવાસી છે. હાલમાં તે મોરબીના વાધરવા ગામમાં રહેતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. તેની સાથે ગયેલા બીજા યુવાનો કોણ હતા, તે હજુ સામે આવ્યું નથી. હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે યુવાનના મૃતદેહને લાવનાર વ્યક્તિઓ પાસેથી જાણવા મળ્યું છે, કે વિનોદ સાથે બીજા છાર લોકો પણ ડેમમાં ગયા હતા, જેમાંથી બે જે-તે સમયે નીકળી ગયા હતા, અને બાકીના બે વ્યક્તિ બહાર આવી ગયા છે, કે પાણીમાં ડૂબી ગયા છે, તેની તપાસ પોલીસ દવારા કરવામાં આવી રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne