બાળકો આપણી વૈદિક પરંપરાને જાણતા થાય તે માટે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે મોરબી : મોરબીની સર્વોપરી સ્કુલમાં દર મહિનાનાં પ્રથમ શનિવારે બાળકોનાં જન્મદિવસની ઉજવણી યજ્ઞ દ્વારા કરવામાં આવે છે, જેમાં બાળકો સાથે તેમનાં માતા પિતા પણ હોંશે હોંશે ભાગ લે છે. જે અંતર્ગત આજરોજ તારીખ 3ને શનિવારે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો. મોરબીની સતત કશુંક અલગ કરતી અને બાળકોમાં માત્ર પુસ્તકીયૂ શિક્ષણ જ નહીં પણ સંસ્કારોનું પણ સિંચન થાય તેવી પ્રવૃત્તિઓ કરવા માટે સર્વોપરી સ્કુલ જાણીતી છે. આવી જ એક પ્રવૃત્તિઓ માંની એક પ્રવૃત્તિ એ છે કે દર મહિનાનાં પ્રથમ શનિવારે આગલા મહિનામાં આવતાં બધાં જ બાળકોના જન્મદિવસની ઉજવણી યજ્ઞ કરીને, આહુતિ આપીને કરવામાં આવે છે. જેથી બાળકો આપણાં સાંસ્કૃતિક વારસા પ્રત્યે સજાગ બને, આપણી વૈદિક પરંપરાને જાણતો થાય અને એનામાં સંસ્કારોનું સિંચન થાય. આ અંતર્ગત આ મહિનાની 3જી તારીખે શનિવારે જે બાળકોનો જન્મદિવસ મે-જૂનમાં આવતો હોય તે બાળકો માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં બાળકોએ હોંશે હોંશે ભાગ લીધો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne