વાંકાનેર બાઉન્ડ્રી નેશનલ હાઇવે પર ટ્રેલર પલટી મારી ગયું

- text


ડ્રાઈવરને સામાન્ય ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો : સદનસીબે કોઈ જાનહાની નહીં

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નેશનલ હાઇવે પર લીંબાળાની ધાર નજીક ટ્રેલર પલટી ખાઈ ગયું હતું. ટ્રેલરની બ્રેક ફાઈલ થઇ જતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં વાંકાનેરથી વાંકાનેર બાઉન્ડ્રી તરફ કોલસો ભરીને જતા ટ્રેલર ન.GJ 12 BT 7517ની બ્રેકનો પાઈપ ચાલુમાં તૂટી જતાં બ્રેક ફેઈલ થઈ જતાં ટ્રેલર રિવર્સ પાછું પડ્યું હતું અને રોડની સાઈડમાં કોલસા ભરેલું ટ્રેલર પલટી ખાઈ જતાં આજુબાજુના લોકો આવી પહોંચ્યા હતા અને ટ્રેલરમાં ફસાયેલ ડ્રાઈવરને બહાર કાઢી, જેસીબીની મદદથી ટ્રેલરમાં ભરેલ કોલસો કાઢી ટ્રેલર કાઢવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા.

- text

જો કે આ અકસ્માત ટ્રેલરની બ્રેક ફેઇલ થતા ઢાળ પર ચડતું ટ્રેલર પાછું પડતાં અકસ્માત સર્જાયો હોવાનું નજરે જોનાર લોકો એ જણાવ્યું હતું. હાલ આ અકસ્માતમાં ટ્રેલર ચાલકને ઇજાઓ થતા સારવારમાં ખસેડાયો છે અને આ અકસ્માતમાં સદનસીબે ટ્રેલર સાઈડમાં ઉતરી જતાં પાછળ આવતા વાહન સાથે અકસ્માત થયો નહતો અને મોટી જાનહાની થતા અટકી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text