ટંકારા : મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા નિબંધ સ્પર્ધા યોજાઈ

- text


ટંકારા : ટંકારા તાલુકાની મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા એક નિબંધ સ્પર્ધાનું આયોજન આજરોજ તારીખ 2ને શુક્રવારે કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 6 થી 8ના 40 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આજરોજ ટંકારા તાલુકાની મેઘપર ઝાલા પ્રાથમિક શાળા ખાતે ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે, તે હેતુથી એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ધોરણ-6 થી 8ના 40 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ, દ્વિતિય અને તૃતીય આવનાર વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રીક્ટ ટોબેકો સેલના સભ્ય તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુનાં સેવનથી થતી આડઅસરો, વ્યસનમુક્તિનાં ફાયદા તથા COTPA – 2003 અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય એમ.ડી.ખટાણાએ બાળકોને વ્યસન ઝિંદગીમાં કયારેય ન કરવા અંગે સુચન કર્યું હતુ અને ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીનો આભાર માનવામાં આવ્યો અને સ્પર્ધામાં વિજેતા થનાર અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text