મોરબી : મોરબી સહિત પાંચ જિલ્લાઓમાંથી હદપાર થયેલા ઇસમને હદપારી ભંગના ગુન્હા બદલ મોરબી એસઓજીએ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એસઓજી સ્ટાફના એ.એસ.આઇ. અનિલભાઈ ભટ્ટ, પો.હેડ.કોન્સ. ફારૂકભાઈ પટેલ, જયપાલસિંહ ઝાલા, પો.કોન્સ.નરેન્દ્રસિંહ જાડેજા સહિતના મોરબી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન પો.કોન્સ. નરેન્દ્રસિંહને મળેલી બાતમીને આધારે મોરબી સબ ડીવી.મેજિસ્ટ્રેટ, મોરબીના હદપારી કેસ નં.31/17 સંદર્ભે તારીખ 12/2/19ના હુકમથી મોરબી, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ-ભુજ આમ કુલ મળી પાંચ જિલ્લામાંથી એક વરસ માટે હદપાર કરેલા નિલેશ નાગજીભાઈ દેગામા, ઉં.વ.27, રહે. લીલાપર ગામ, વિલ્સન પેપર મિલની સામે, મોરબી વાળાને મોરબી હદપારી હુકમનો ભંગ કરી મોરબી-લીલાપર રોડ, નવાગામ ચોકડી પાસેથી મળી આવતા તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરેલ છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne