પોતાની જમીનની વચ્ચેથી વળતર ચૂકવ્યા વગર રોડ કાઢીને ખેતી કરવાને લાયક ન રહેવા દીધી હોવાનો આક્ષેપ : છેલ્લા ૬ વર્ષથી સરકારી કચેરીમાં ધક્કા ખાઈ કંટાળી ગયા બાદ ખેડૂત ઉપવાસ પર ઉતર્યા વાંકાનેર : ગુજરાત સરકાર દ્વારા કહેવામાં આવે છે કે આ સંવેદનશીલ સરકાર છે ખેડૂતો પ્રત્યે સરકાર અતિસંવેદનશીલ છે પરંતુ વાંકાનેર તાલુકાના વાંકિયા ગામના ખેડૂત ડાયાભાઈ સોલંકીની વ્યથા સાંભળ્યા બાદ લાગે છે કે સંવેદનશીલ સરકારના અધિકારીઓની સંવેદના મરી પરવારી છે અને એ દલિત ખેડૂત ખાતેદાર છેલ્લા ૬ વર્ષથી આ સંવેદના વગરના અધિકારીઓ સમક્ષ ન્યાયની આશાએ કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેમને ન્યાય મળવાની કોઇ શક્યતાઓ દેખાઈ નથી રહી. વાંકાનેર તાલુકાના વાંકિયા ગામના રહીશ સોલંકી ખેંગારભાઈને ગુજરાત સરકાર તરફથી તેમના પરિવારનું ગુજરાન ચલાવવા સાથણીમાં સર્વે નંબર 206 પૈકી માં ૬ એકર ૧૨ ગુંઠા જમીન મળેલ. જેમાં આ પરિવાર ખેતી કરી પોતાના પરિવારનું પેટ ભરતો. ખેંગારભાઈ બાદ તેમના પુત્ર ડાયાભાઈ ખેંગારભાઈ સોલંકી આ જમીનમાં ખેતી કરી તેના પરિવારનું ગુજરાન ચલાવતા પરંતુ વર્ષ 2014માં આ પરિવાર પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો અને ત્યારથી અત્યાર સુધી એટલે કે છેલ્લાં છ વર્ષથી ડાયાભાઈ સરકારી અધિકારીઓ પાસે ન્યાયની ભીખ માંગી રહ્યા છે પરંતુ તેમને મળે છે ફકત અપમાન!! વર્ષ ૨૦૧૩/૧૪ માં વાંકિયા-૨ થી મેઈન રસ્તે જવા માટે રાજકોટ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગ્રામિણ ડામર રોડ બનાવવામાં આવેલ. જેમાં ડાયાભાઈની જમીનમાં વચ્ચોવચ રોડ બનાવી જમીનના બે ટુકડા કરી નાખી જમીન ખેતીલાયક રહેવા દીધી નહિ. તેમજ સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે જિલ્લા પંચાયત દ્વારા ખેડૂતને જમીન સંપાદન કરવાની થતી કાર્યવાહી કરેલ નથી કે જમીનના બદલે પૈસાનું વળતર પણ ચૂકવાયું નથી. આ બાબતે ખેડુત ખાતેદાર ડાયાભાઈએ વર્ષ ૨૦૧૪ થી અત્યાર સુધીમાં રાજ્યના તમામ સંબંધિત વિભાગને અને છેક ગાંધીનગર સુધી લેખિત રજુઆત કરેલ તેમ છતાં આજદિન સુધી તેમને ન્યાય મળેલ નથી. આટલા લાંબા સમયથી સરકારી કચેરીમાં ચક્કર કાપી લેખિત, મૌખિક રજૂઆત કરી થાકી કંટાળી હાલ ખેડૂત ખાતેદાર ડાયાભાઈ છેલ્લા ૧૦ દિવસથી તેમને મળેલ ખેતીની જમીન પર ઉપવાસ પર બેસી જ્યાં સુધી સરકાર તેમના પરિવારને ખેતીની જમીન પાછી ન આપે અને તેમની જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી બળજબરીથી રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર અને જિલ્લા પંચાયતના કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ ન કરે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચલાવવાનો નિર્ણય કર્યો છે. અગાઉ પણ ડાયાભાઈ દ્વારા મોરબી કલેકટર કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કરી ચૂક્યા હોય વાંકાનેર સીટી પોલીસ દ્વારા ઉપવાસ સ્થળ પર 24 કલાકનો પોલીસ બંદોબસ્ત રાખેલ છે જેથી કોઈ અગમ્ય ઘટનાં ન બને. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne