મોરબી : ભલગામ સ્થિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને POCSO Act હેઠળ આવતી કલમોની વિસ્તૃત તેમજ સરળ ભાષામાં જાણકારી આપવામાં આવી હતી. આ કાયદા હેઠળ બાળકોનો સુરક્ષા અધિકાર તેમજ જાતીય સતામણી રોકવાના ઉપાય વિશે જાગરૂકતા આવે તેવી માહિતી સરળ શબ્દોમાં આપવામાં આવી હતી. તાજેતરમાં જ સરકાર દ્વારા POCSO Actમાં ઘણા સુધારાઓ કરવામાં આવ્યા હતા. આ સુધારાઓ અને નવી લાગુ થયેલી જોગવાઈઓ વિશે ભલગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી. જેમાં નવા કાયદા અંતર્ગત 12 વર્ષથી નાની સગીરા સાથે દુષ્કર્મના મામલામાં દોષિતને ફાંસીની સજા તેમજ 18 વર્ષથી ઓછી કે 12 વર્ષથી વધુ વયની સગીરા સાથે દુષ્કર્મના મામલે ગુન્હેગાર ઠરેલાને આજીવન કારાવાસની સજા સહિતની સુધારાત્મક જોગવાઈઓથી બાળકોને વાકેફ કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને એ માટે સાવચેતીના પગલાં રૂપે શું કરી શકાય એ બાબતે બાળકોને જાગૃત કરવામાં આવ્યા હતા. જેમાં બસ, ટ્રેન કે અન્ય વાહનોમાં મુસાફરી દરમ્યાન અજાણી વ્યક્તિ સાથે વાર્તાલાપ ન કરવો, અજાણી વ્યક્તિ પાસેથી ખાવા-પીવાની કોઈ પણ ચીજ વસ્તુ ન લેવી, શંકાસ્પદ વ્યવહાર થતો જણાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી, કઈ રીતે કરવી, પોલીસ, મહિલા હેલ્પલાઈન સહિતના અગત્યના ફોન-મોબાઈલ નંબરો હંમેશા સાથે રાખવા જેવી તકેદારીના પગલાં અંગે જાણકારી પુરી પડાઈ હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne