મોરબી : મોરબીના જીવાપર ગામે વાડીએ ઝૂંપડામાં જમીન પર સુતેલા બાળકને સાપે ડંખ મારતા આ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું.આ બનાવથી તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની આદિવાસી પરિવાર મોરબીના જીવાપર ગામે આવેલ બળવંતભાઈની વાડીએ મજુરી કામ કરીને પેટીયું રળે છે.ત્યારે ગતતા 30 જૂને રાત્રીના સમયે આ આદિવાસી પરિવારનો 11 વર્ષનો પુત્ર રાકેશ અબલા ભીલાલા વાડીએ આવેલ ઝુંપડામાં નીચે જમીન પર સૂતો હતો.તે સમયે ઝૂંપડામાં નીકળેલા સાપે નિદ્રાધીન બાળકને ડંખ માર્યો હતો.જેથી બાળકને ઝેરી અસર થવાથી તેનું કરુણ મોત નીપજ્યું હતું.આ બનાવથી આદિવાસી પરીવારમાં શોક વ્યાપી ગયો હતો.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne