શહેરના મુખ્ય માર્ગો પર પાણીના ભરાવાને કારણે તંત્રની પોલ ખુલી મોરબી : મોરબી જીલ્લામાં પર મેધરાજા સતત હેત વરસાવી રહ્યા છે. મોરબીમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેનાથી મોરબીવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે પરંતુ શહેરના મુખ્યમાર્ગો પર વરસાદી પાણીના ભરાવાને કારણે તંત્રની પોલ ખુલી છે. મોરબીમાં હાલમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં મોરબીમાં ૨૪ કલાક દરમિયાન ૨૧ એમએમ, ટંકારામાં ૯ એમએમ અને વાંકાનેરમાં ૫ એમએમ વરસાદ નોંધાયો છે. ડેમ સાઈટ પર સારા વરસાદને પગલે મચ્છુ-૧ ડેમ ૨૯.૭૬ ફૂટે પહોચ્યો છે અને મોરબીની જીવાદોરી મચ્છુ-૨ ડેમ ૧૭ ફૂટે પહોચ્યો છે. મોરબી શહેરમાં ઠેર-ઠેર પાણીના ભરાવા થતા તંત્રની પ્રી-મોનસુન કામગીરીની પોલ છતી થઇ છે. શહેરના મુખ્યમાર્ગો પર વરસાદી પાણી ભરાવાને પગલે રોડ પર મસ મોટા ખાડા પડી ગયા છે જેથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના વોકરામાં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne