મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર હરિઓમ પાર્કમાં જુગાર રમતા છ શખ્સોને એલસીબીએ દરોડો પાડીને પકડી પાડ્યા હતા. સાથે રૂ. 29,800ની રોકડ પણ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબી ટીમે ઘુંટુ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્કમા હરેશભાઇ ભુદરભાઈ કારોડીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડીને જુગાર રમતા હરેશભાઇ ભુદરભાઈ કારોડીયા, સુખરામભાઈ પ્રભુભાઈ જીંજવાડિયા રહે. મોરબી ઇન્દિરાનગર મંગલમ વિસ્તાર, દેવરાજભાઈ રામજીભાઈ વિલપરા રહે. મહેન્દ્રનગર, કુંવરજીભાઈ વશરામભાઈ કાવર રહે. મહેન્દ્રનગર, મનસુખભાઇ મગનભાઈ માલાસણા રહે. પીપળી સિલ્વર પાર્ક સોસાયટી અને જનકભાઈ જાદવજીભાઇ દેલવાડીયા રહે. મહેન્દ્રનગર વાળાને રૂ. 29,800ની રોકડ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne