મોરબી : મોરબીના ત્રાજપર વિસ્તારમાં ભાઈને વિકલાંગ કહેવા બાબતે મારામારી થઇ હતી. જેમાં એક યુવાનને ઢોર માર મારવામાં આવ્યો હતો. બાદમાં ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. જે બનાવ અંગે ગુન્હો નોંધાયા બાદ પોલીસે યુવકને ઢોર માર મારનાર બન્ને આરોપીઓની અટકાયત કરી છે. મોરબીના ત્રાજપર સ્થિત રામજી મંદિર નજીક રહેતા સોમીબેન ધોધાભાઈ વરાણીયાએ મોરબી બી. ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદી સોમીબેનના દીકરા ઈજા પામનાર સાહેદ શંકરભાઈ ધોધાભાઈ વરાણીયા (ઉ.૩૦)એ આરોપી જયેશભાઈ જીવનભાઈ અદગામાના ભાઈ ખોડાભાઈ જીવનભાઈ કે જેઓ દિવ્યાંગ હોય તેની મશ્કરી કરતા આરોપી જયેશભાઈ જીવનભાઈ અદગામા, પ્રવીણભાઈ ઉર્ફે જગમાલભાઈ અદગામાને સારું નહિ લાગતા ગુસ્સે ભરાઈને બન્ને આરોપીઓએ સાહેદ ઈજા પામનાર શંકરને કહેલ કે મારાભાઈને શા માટે હેરાન કરે છે, તેમ કહી ગાળો આપી લાકડાના ધોકા તથા લોખંડના પાઈપ વડે આડેધડ માથામાં તથા શરીરે માર મારતા માથામાં જીવલેણ ઈજા કર્યાની ફરિયાદ સોમીબેનએ બી. ડીવીઝન પોલીસમાં નોંધાવી હતી. ઈજાગ્રસ્ત યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આથી મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો. જે બનાવની બી. ડીવીઝન પોલીસે નોંધ કરી તેની તપાસ બી. ડીવીઝન પી.આઈ. આઈ.એમ. કોંઢિયા ચલાવી રહ્યા હતા. બનાવમાં સંડોવાયેલા બંને આરોપીની ગઈ કાલે ઝડપી પાડી અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne