મોરબી : મોરબીના પાનેલી ગામ સ્થિત બેંક ઓફ બરોડા ખાતે બે અલગ અલગ સરકારી વીમા યોજના હેઠળ લાભાંન્વિતોને 2-2 લાખ રૂપિયાનો ક્લેઇમ ચુકવવામાં આવ્યો હતો. મોરબીના પાનેલી ગામમાં આવેલી બેંક ઓફ બરોડાની પાનેલી બ્રાન્ચ દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તેમજ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ પોલિસી ધારક બે મહિલાઓને 2-2 લાખ રૂપિયાનાં ક્લેઇમની રકમનો ચેક આપવામાં આવ્યો હતો. કુલ 4 લાખ રૂપિયાના ક્લેઇમની ચૂકવણીમાં ત્વરિત ગતિથી કામગીરી કરીને આ સહાય કરવામાં આવી હતી. આ ક્લેઇમ કેસમાં બ્રાન્ચ મેનેજર રાકેશ કુમાર તથા બેંક મિત્ર નંદલાલ કણઝારિયાએ ત્વરિત કામગીરી કરીને લાભાંન્વીતોનું કાર્ય આસાન કરી આપ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne