મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા એ એસ આઈ રમેશભાઈ.બી.વ્યાસની બદલી મોરબી તાલુકા પોલીસમથકમાં થતાં એ ડિવિઝન પીઆઈ આર.જે.ચૌધરી અને પોલીસ સ્ટાફ દ્વારા વિદાય સમારોહ યોજાયો હતો. પોલીસકર્મીઓએ ભારે હૃદયે એએસઆઇને વિદાય આપી હતી. મોરબી એ ડિવિઝનમાં એ એસ આઈ તરીકે ફરજ બજાવતા રમેશભાઈ વ્યાસની બદલી થતા એ ડિવિઝન પોલીસકર્મીઓ દ્વારા વિદાય સમારોહ યોજાયો હતો. ઉત્કૃષ્ઠ કામગીરી કરતા અને મિલનસાર સ્વભાવ ધરાવતાં રમેશભાઈ સિવિલ હોસ્પિટલમાં ફરજ દરમિયાન સેવાઓ પણ કરતા હતા અને અનેક દુઃખી લોકોની હોસ્પિટલમાં પણ મદદ કરી છે. ત્યારે રમેશભાઈની બદલી મોરબી તાલુકામાં થતા એ ડિવિઝનમાંથીના પોલીસકર્મીઓ ભાવુક બની ગયા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne