મોરબી : મોરબી સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન આગામી દિવસોમાં થવા જય રહ્યું છે. જેમાં ધોરણ 9થી કોલેજ તેમજ ઉચ્ચ અભ્યાસ અને આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોતાના ફોર્મ કાર્યકરો પાસેથી મેળવીને સમયસર જમા કરાવવા માટે અનુરોધ કરાયો છે. મોરબી સતવારા નવાગામ જ્ઞાતિના ધોરણ 9થી કોલેજ સુધી તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા હોય અથવા આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતા હોય અને વર્ષ 2019માં પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓના સન્માન માટે વિદ્યાર્થીઓએ ફોર્મ મેળવી લેવા અનુરોધ કરાયો છે. જેમાં માધાપર અને માધાપર વાડી વિસ્તારમાં કે.કે. પરમાર, મહાદેવભાઈ ડાભી, વિજયભાઈ ડાભી, મહેશભાઈ કંઝારિયા, વજેપર અને વજેપર વાડી વિસ્તારમાં તરુણભાઇ પરમાર, ગોવિંદભાઇ હડીયલ અને દેવજીભાઈ ચાવડા, વાઘપરામાં વિજયભાઈ પરમાર, પ્રકાશભાઈ સોનગ્રા અને કેતનભાઈ પરમાર તથા ગ્રામ્ય વિસ્તારમાં લખમણભાઇ કંઝારિયા પાસેથી ફોર્મ મેળવીને, ભરીને ગતારીખ 13 સુધીમાં જમા કરાવવા માટે પ્રમુખ ડો. લખમણભાઇ કંઝારિયા દ્વારા જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne