વિદેશ મંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરીને નવરચિત જિલ્લામાં પાસપોર્ટ ઓફિસ માટે સાંસદ મોહન કુંડરિયાને સાથે રાખી રજુઆત કરી મોરબી : મોરબી અને માળીયા વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ભારત સરકારના વિદેશ મંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરીને મોરબી જિલ્લામાં નવું પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવા માટે રજુઆત કરી હતી. નવરચિત મોરબી જિલ્લા માટે પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવા માટે સાંસદ વિનોદભાઈ ચાવડાએ વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર સાથે રૂબરૂ મુલાકાત કરીને રજુઆત કરી હતી. વિનોદભાઇએ જણાવ્યું હતું, કે મોરબી જિલ્લો એ સિરામિકનું ખુબ મોટું હબ છે. કુલ સીરામીક ઉત્પાદનમાંથી લગભગ 90% જેટલું માતબર સીરામીક ઉત્પાદન મોરબીમાં થાય છે. સીરામીક ઉદ્યોગોમાંથી 6 લાખ જેટલા લોકો પ્રત્યક્ષ અને 3 લાખથી વધુ લોકો અપ્રત્યક્ષ રીતે રોજગારી મેળવે છે. સીરામીક તથા હીરા, ઘડિયાળ, નળિયા, ટાઇલ્સ વગેરે ઉદ્યોગ સાથે સંકળાયેલ મોરબીનો સીરામીક ઉદ્યોગ વાર્ષિક 35 હજાર કરોડનું ટર્નઓવર ધરાવે છે. સાઉદી અરબ, યુરોપ, આફ્રિકા, લેટિન અમેરિકા અને મધ્ય-પૂર્વના દેશો ઉપરાંત એશિયન દેશો સાથે પણ મોટો વ્યાપાર ધરાવતા અને ટાઈલ્સના ઉત્પાદનમાં ચીનને બરાબરીની ટક્કર આપતા મોરબીનું વિદેશમાં આવાં-જાવન ખુબ છે, આથી અહીંયા પાસપોર્ટ સેવા કેન્દ્રની ખુબ જરૂર છે. આ સંદર્ભે ગઈકાલે વિનોદભાઇએ વિદેશ મંત્રી સાથે સાંસદ મોહન કુંડરિયાને સાથે રાખી રૂબરૂ મુલાકાત કરીને લેખિત તથા મૌખિક રજુઆત કરી છે. આ રજુઆતનો વિદેશ મંત્રી તરફથી સકારાત્મક પ્રતિભાવ મળ્યો છે અને ખુબ જલ્દી મોરબી મધ્યે પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ થશે અને મોરબીવાસીઓને નવા પાસપોર્ટ બનાવવા માટે અથવ રીન્યુ કે સુધારણા માટે રાજકોટ કે અમદાવાદ ધક્કા નહીં ખાવા પડે એવી ખાતરી આપી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne