મોરબી : મોરબીના કંસારા છોટાલાલ પરમાનંદદાસ પરિવાર (ટાઈમ ટ્યુન પ્રોડક્ટ) દ્વારા આગામી તારીખ 5ને સોમવારે સવારે 9 થી 1 દરમિયાન શહેર ના જલારામ મંદિર ખાતે સદગતના સ્મરણાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવા મા આવ્યુ છે. મોરબીના ટાઈમ કંસારા પરિવાર દ્વારા જલારામ મંદિર ખાતે સોમવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે, કે થોડા સમય પહેલા મોરબીના કંસારા પરિવારની બે દીકરીઓ પ્રેક્ષાબેન વિપુલભાઈ, નિધીબેન જયમિનકુમાર તથા જમાઈ જયમિનકુમાર યોગેશભાઈનુ શ્રીનાથજીથી દર્શન કરી પરત ફરતી વખતે વિરમગામ પાસે કાર અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું. તેઓના સ્મણાર્થે આગામી સોમવારે રક્તદાન કેમ્પનુ આયોજન કરવા મા આવ્યું છે. આ કેમ્પમા દરેક રક્તદાતાઓએ રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne