ત્રણેય યુવાનોને કારમાંથી બહાર કાઢીને રાજકોટ ખસેડાયા ટંકારા : ટંકારાના મિતાણા નજીક મોરબી- રાજકોટ હાઇવે ઉપર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ યુવાનોને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારાના મિતાણા ગામે બસ સ્ટેન્ડ નજીક સાંજે ચાર વાગ્યે રાજકોટ તરફથી આવતી કાર અને મોરબી તરફથી આવતા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમા સવાર 3 યુવાનોને ગંભીર ઇજા થઇ હતી. થોડી વાર માટે કારમા ફસાઈ ગયેલા યુવાને બુમાબુમ કરી હતી ત્યારે ગામ લોકો ચિસો સાંભળીને દોડી આવ્યા હતા અને કારમાથી તેઓને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં કારનો કાટમાળ ખસેડવા માટે જેસીબીની પણ મદદ લેવી પડી હતી. આ ત્રણેય યુવાનોને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક રાજકોટ ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્રણેય યુવાનોના નામ નિમેશભાઈ વાઘજીભાઈ અમૃતિયા, બીપીનભાઈ ભાડજા અને નૈમિશભાઈ વિજયભાઈ ટંકારિયા હોવાનુ તેમજ એક યુવાન નેસડા અને બીજો જેતપર ગામનો હોવાનું જાણવા મળ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne