એસઓજીએ કમ્પાઉન્ડરની પણ અટકાયત કરીને રૂ. 1.20 લાખનો દવાનો જથ્થો તથા સાધનો જપ્ત કર્યા વાંકાનેર : મોરબી એસઓજી ટીમે વાંકાનેરના ઢૂંવા ગામે બોગસ તબીબને ઝડપી પાડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સાથે એસઓજીએ કમ્પાઉન્ડરની પણ અટકાયત કરીને રૂ. 1.20 લાખનો દવાનો જથ્થો તથા સાધનો જપ્ત કર્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એસઓજીએ વાંકાનેર તાલુકાના ઢૂંવા ગામની ચોકડી નજીક માટેલ રોડ ઉપર શક્તિ ચેમ્બર્સમાં માનવ ક્લિનિક નામના દવાખાનામાં તપાસ કરતા કોઈ પણ જાતની ડીગ્રી વગર જન આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટર દિલીપભાઈ ચંદુભાઈ પરસાણીયા ઉ.વ. 48 રહે. ઉમા ટાઉનશીપ, મોરબી તથા કમ્પાઉન્ડર કીર્તિભાઈ ડુંગરભાઈ ડોડિયા ઉ.વ. 30ને પકડી પાડ્યા હતા. આ સાથે એસઓજીએ રૂ. 1.20 લાખનો દવાનો જથ્થો તથા સાધનો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.