મોરબી : રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળામાં એક બાળ એક ઝાડ કાર્યક્રમ અંતર્ગત આજે શાળાના બાળકો દ્વારા 100 જેટલા રોપા ધરમપુર નર્સરીમાંથી લાવીને નવા બનેલા મુક્તિધામમાં રોપવામાં આવ્યા હતા. રોટરીગ્રામ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા રોટરીગ્રામ(અ.)માં નવા બનાવવામાં આવેલ મુક્તિધામમાં અંદાજે 100 જેટલા નવા રોપા લાવીને મોરબી જિ. પ્રા. શિ. સંઘના પૂર્વ પ્રમુખ સરડવા મણિલાલ વી. અને શાળા પરિવારની મદદથી રોપવામાં આવ્યા હતા. દરેક બાળકને એક એક રોપા ઉછેરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. દરેક બાળક એક ઝાડને ઉછેરે એવી નેમ સાથે આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. છેલ્લે ગ્રામજનોએ શાળાના બાળકોને અને શાળા પરિવારને ગરમા - ગરમ ભજીયાનો નાસ્તો કરાવીને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne