મોરબી : મોરબીના ખાનગી તબીબો દ્વારા ઈમરજન્સી સિવાયની મેડિકલ સેવા બંધ રાખી એનએમસી બીલનો વિરોધ કરવામાં આવ્યો હતો. મેડીકલ એસોસીએશન સાથે જોડાયેલા તમામ ડોકટરોએ નિદાન અને સારવારની કામગીરીથી અળગા રહી એનએમસી બિલનો વિરોધ કર્યો હતો. છેલ્લા ઘણા સમય થી એનએમસી બિલના વિરોધમાં દેશભરમાં ડોકટરો દ્વારા દેખાવો થઈ રહ્યા છે. તબીબી આલમમાં એનએમસી બિલ સામે રોષ જોવા મળી રહ્યો છે. એનએમસી બિલના વિરોધમાં આજે મોરબી શહેરના તમામ ડોક્ટરો આ હડતાલ માં જોડાયા હતા. આ હડતાલમાં ડોક્ટરોએ પોતાની રેગ્યુલર ઓ.પી.ડી બંધ રાખીને એનએમસી બિલનો વિરોધ કર્યો હતો. ડોકટરો દ્વારા દર્દીઓને અગવડતા ન પડે તેથી ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી હતી. આઇ.એમ.એ.ના મોરબી બ્રાન્ચના પ્રમુખ ડો.કેતનભાઈ હિંડોચાએ જણાવ્યું હતું કે, સરકારની કેટલીક નીતિરીતિ સામે આજે હડતાલ પાડીને વિરોધ દર્શાવ્યો છે.જેમાં અમુક મેડિકલ કોલેજોમાં 85 સીટો સરકાર હસ્તક હતી અને 15 ટકા સીટ મેનેજમેન્ટ પાસે હતી ત્યારે સરકાર હવે 50-50 સીટો કરવા માંગે છે.જેનાથી મેડિકલ શિક્ષણ મોંઘું થવાની ચિંતા છે.સામાન્ય વર્ગના વિધાર્થીઓ મેડિકલ શિક્ષણ નહિ લઈ શકે. અને ફ્રી કેટલી રાખવી જોઈએ તેનો પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.તેમજ ડોકટર બનવા માટે સાડા પાંચ વર્ષનો મેડીકલનો અભ્યાસ કરવો પડે છે.પણ હવે માત્ર છ માસનો મેડિકલ કોર્સ કરાવીને જે લોકોને ડોકટર બનાવી દેવાય તે કોઈ કાળે યોગ્ય નથી.આનાથી લોકોના આરોગ્ય સાથે ચેડાં જ થશે.આ તમામ બાબતોને સરકાર સમક્ષ ધ્યાન દોરવા માટે આજે હડતાલ પાડી હોવાનું જણાવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne